ભાવનગર : છેડતી કરનાર યુવકે યુવતીના પરિવારજનો પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો...

ભાવનગરમાં ફોન પર મેસેજ કરી યુવક એક યુવતીને હેરાન કરતો હતો.

New Update
ભાવનગર : છેડતી કરનાર યુવકે યુવતીના પરિવારજનો પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો...

ભાવનગરમાં ફોન પર મેસેજ કરી યુવક એક યુવતીને હેરાન કરતો હતો. જેમાં યુવતી મળવા નહીં આવતી હોવાની દાજ રાખી યુવકે યુવતીના ઘરે જઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મહિલા સહિત 4 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી અસામાજિક તત્વો બેફામ થયા હોય તેવું લાગી રહ્યું છે. ગત શનિવારની રાત્રે પાનવડી વિસ્તારમાં કરફ્યુના સમયે યુવકની હત્યા કરાય હતી, ત્યારે ફરી શહેરના કુંભરવાડા વિસ્તારમાં સગીરાની છેડતી કરનાર તેના જ વિસ્તરમાં રહેતા યુવકે ફોન પર મેસેજ કરીને પરેશાન કરી મળવા માટે દબાણ કરતો હતો. જોકે, સગીરા મળવા નહીં આવતા યુવકે ઉશ્કેરાઈ જઈ યુવતીના ઘરે ધસી આવ્યો હતો, જ્યાં યુવતીના પરિવારજનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવતીના ભાઈ અને માતા સહિત અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ ડી' ડિવિઝન પોલીસ કાફલો સર્ટી હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તોના નિવેદન મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની છે. કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે રાત્રે કરફ્યુનો સમય હોવા છતાં અસામાજિક તત્વો જીવલેણ હથિયાર સાથે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ત્યારે કરફ્યુની અમલવારી માત્ર કાગળ પર દેખાતી હોય તેમ લાગી રહ્યું છે.ભાવનગર : છેડતી કરનાર યુવકે યુવતીના પરિવારજનો પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો...