New Update
/connect-gujarat/media/post_banners/4b7f3c587a6a02ba550798e08e4f3dd36ce0eb785bd7ac8cb58a163576a95f70.webp)
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં માલધારી સમાજમાં બનેલી ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી સર્જાય છે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ મુજબ પરણવા આવેલી જાન પાછી ન વળાય તે માટે માટે દીકરીની નાની બહેનને લગ્નના મંડપમાં બેસાડવામાં આવી હતી.
દીકરીને પરણવા માટે જાન ભાવનગરના નારી ગામ પાસેથી આવી હતી, જેમાં દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે સાર્થક થયેલી આ બાબત આજે ભાવનગરના માલધારી સમાજમાં કરુણતા રૂપે સર્જાઈ હતી.