ભાવનગર : મહુવાના સમઢીયાળામાં માતાજીના મઢમાં ચોરીથી ચકચાર,11 કિલો ચાંદીની વસ્તુઓ ચોરી ચોર ફરાર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મઢમાં ચોરીની ઘટના બની હતી,જેમાં ચોર 11 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

New Update
  • માતાજીના મઢમાં બન્યો ચોરીનો બનાવ

  • લાઠીયા પરિવારના મંદિરમાં ચોરી

  • મોટી માત્રામાં ચાંદીની વસ્તુઓની ચોરી

  • ચોર ચાંદીના છત્તર ચોરીને ફરાર

  • પોલીસે ચોરી અંગેની શરૂ કરી તપાસ 

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મઢમાં ચોરીની ઘટના બની હતી,જેમાં ચોર 11 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,ચોરોએ માતાજીના મઢના મુખ્ય ગેટનો નકુચો તોડીને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.અને નાના-મોટા 25 છત્તર અને સિલિંગમાં ચાંદીનું 8 કિલોનું છત્તર ચોરીને ચોર ફરાર થઇ ગયા હતા.લાઠીયા પરિવારે ઘટના અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી.લાઠીયા પરિવાર દ્વારા વર્તમાન ચાંદીના ભાવ મુજબ 20થી 22 લાખનું ચાંદી ચોરાયું હોવાનું જણાવ્યું હતું.હાલમાં પોલીસે ફરિયાદના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Latest Stories