ભાવનગર : સિહોર જીઆઈડીસીમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકો દાઝ્યા,ઘટનાને પગલે સર્જાયો ભયનો માહોલ

સિહોર જીઆઈડીસીમાં લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

New Update
  • સિહોર GIDCમાં રોલિંગ મિલમાં સર્જાય બ્લાસ્ટની ઘટના

  • 3 શ્રમિકો ગંભીર રીતે દાઝયા

  • તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • બોઇલરની કોલસાની ટાંકી ફાટતા સર્જાઈ દુર્ઘટના

  • પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

Advertisment

ભાવનગર જિલ્લાના સિહોર જીઆઇડીસીમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.જેમાં 3 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસીમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.સર્જાયેલી ઘટનામાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા,લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisment
Latest Stories