/connect-gujarat/media/post_banners/316552b0b0e7562162700d9535e8d6b8fe9b37e87a10bb81c40a5c1cee900d70.jpg)
ભાવનગર મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી પર્વ જ્યારે નજીકમાં આવી રહ્યો છે ત્યારે ભાવનગરની મુખ્ય બજારમાં લાખોની સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચતા હોય છે, ત્યારે મહાનગરપાલિકાના કમિશનર એન. વી ઉપાધ્યાય એસ્ટેટ વિભાગની ટીમ સાથે લઈને પીરછલાં, વોરાબજાર, એમ.જી.રોડ સહિતની જગ્યાએ ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરવા પહોંચ્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા તપાટપ દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં દુકાનની બહાર ટીંગાડવામાં આવેલ પૂતળાઓ, ડ્રેશ સહિત લારી, પઠાના ઝપ્ત કરવામાં આવ્યા હતા.
દિવાળી પર્વને લઈને શહેરની મુખ્ય બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે મુખ્ય બજારમાં ચાલવા માટે પણ લોકોને પરેશાની થતી હોય છે, ત્યારે ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરવા કમિશનર બજારમાં પહોંચ્યા હતા. અને અનેક વસ્તુઓ ઝપ્ત કરી હતી ત્યારે ફેરિયાઓ અને અમુક વેઓરીઓ દ્વાર સામાન જપ્તીના વિરોધમાં દુકાનો બંધ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તેમજ કમિશનરને આવતા જોઈને અનેક લારી વાળા ભાગતા નજરે ચડ્યા હતા.