ભાવનગર: સુભાષનગર વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન, લાખો રૂપિયાના માલમત્તાની ચોરીની આશંકા !

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પરિવાર જનોઈ પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા

New Update

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી પરિવાર જનોઈ પ્રસંગે બહાર ગયા અને તસ્કરો હાથ ફેરો કરી નાખી છૂટ્યા.સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં લક્ષ્મી સોસાયટી પ્લોટ નંબર 6માં રહેતો પરિવાર જનોઈ પ્રસંગે બે દિવસ માટે બહાર ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરો બંધ મકાનના બારણાંનું તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટનો લોક તોડી તેમાં રાખેલી રોકડ સાહિતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. પરિવાર પ્રસંગમાંથી ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડતા ઘટના અંગે પોલીસ તંત્રને જાણ કરાઈ હતી.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories