ભાવનગર : કોમ્પ્યુટરના નકામા પાર્ટસનો ઉપયોગ કરી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ તૈયાર કર્યા પ્રોજેક્ટ્સ...

આજના આધુનિક યુગમાં દીકરીઓએ પણ IT ક્ષેત્રે હરણફાળ ભરી છે. દુનિયાભરમાં IT ક્ષેત્રે કઈકને કઈક નવું સંશોધન થતું રહે છે.

New Update
ભાવનગર : કોમ્પ્યુટરના નકામા પાર્ટસનો ઉપયોગ કરી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ તૈયાર કર્યા પ્રોજેક્ટ્સ...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે BCA વિભાગ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટનું એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના આધુનિક યુગમાં દીકરીઓએ પણ IT ક્ષેત્રે હરણફાળ ભરી છે. દુનિયાભરમાં IT ક્ષેત્રે કઈકને કઈક નવું સંશોધન થતું રહે છે. પહેલાના જમાનામાં એવું હતું કે, IT ક્ષેત્ર એટલે ફક્ત કોમ્પ્યુટર શિક્ષણ, પરંતુ આજના જમાનામાં દરેક ક્ષેત્રે ITએ પોતાનો પગ પેસારો કર્યો છે. હાલમાં કોમ્પ્યુટર, ગૂગલ પે, ફોન પે અને મોબાઇલ આ તમામ IT ક્ષેત્રમાં આવે છે, ત્યારે ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજના BCA વિભાગ દ્વારા ITના વિવિધ પ્રોજેક્ટ્સ, આર્ટ્સ, ક્રાફ્ટ તેમજ કોમ્પ્યુટરના વિવિધ ભાગોનો ઉપયોગ કરીને નવીન પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટરના નકામા ભાગોનો ઉપયોગ કરી રોબોટ, એર કન્ડીશનર, કટર તથા વિવિધ પ્રોગ્રામિંગ થકી અનેક પ્રકારની ગેમ્સ બનાવવામાં આવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજાયેલ આર્ટ એન્ડ ક્રાફ્ટનું એક્ઝીબીશનના સફળ આયોજન માટે પ્રાધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ દરમ્યાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ પણ એક્ઝીબીશનમાં ભાગ લીધો હતો.

Latest Stories