ભાવનગર:મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગને જાણ કરવામાં આવી

તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

ભાવનગર:મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગને જાણ કરવામાં આવી
New Update

ભાવનગર તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારમાં અજગરનો વસવાટ છે જ્યાં ખોરાક પાણી મળી રહે તેવા સ્થળે અજગર રહેણાંક જમાવતા હોય છે પરંતુ અમુક સમયે શિકારની શોધમાં ફરતા ફરતા ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી જતા હોવાના બનાવ બની ચૂક્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના સથરા ગામના વાડી વિસ્તારમાં મહાકાય અજગર દેખાયો હતો સથરા ગામના ખેડૂત પ્રતિપાલસિંહ વાળા ની વાડીમાં મહાકાય અજગર દેખાઈ આવતા અને આ વાતની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અજગરને નિહાળવા માટે એકઠા થયા હતા અને આ પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું

#python #villagers #CGNews #giant python #forest department #Gujarat #panic #Bhavnagar
Here are a few more articles:
Read the Next Article