ભાવનગર : "સામે કેમ જુએ છે..?" કહી અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકની અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાંખી હતી.

New Update
ભાવનગર : "સામે કેમ જુએ છે..?" કહી અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકની અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાંખી હતી. બનાવના પગલે જિલ્લા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ લીંબડી ચોકમાં રહેતા સુરજ ચૌહાણ નામના યુવકની મોડી રાત્રે હત્યા થઈ હતી. વિસ્તારમાં જ હત્યાની ઘટના બનતા લોકો પણ ઘરની બહાર આવી ગયા હતા. બનાવની જાણ થતાં જ એ' ડિવિઝન સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળે આવી યુવકની હત્યા કયા કારણે અને કોણે કરી હોવાની તપાસ હાથ ધરી હતી. જોકે, લગ્નપ્રસંગે હાજરી આપવા ગયેલ સુરજ ચૌહાણને અજાણ્યા શખ્સોએ સામે કેમ જુએ છે, કહી અચાનક જ ધસી જઈ તેના ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં અન્ય 3 લોકોને પણ સામાન્ય ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories