/connect-gujarat/media/post_banners/7837942e35b5d26d30b0faf595f18da4e96ffe0e6501af70d2a9d14b7277ea77.jpg)
ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં છે, ત્યારે ગાંધીનગર ખાતે સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, અમારી સરકાર પહેલા દિવસથી જ નેક અને સાફ નીતિથી કામ કરી રહી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યા છે. જેમાં 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં છે, ત્યારે ગાંધીનગર ખાતે સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, અમારી સરકારની સફળતાનો શ્રેય હું જનતાના ચરણોમાં ધરવા માંગું છું. વડાપ્રધાનના દિશા નિર્દેશમાં ગુડ ગવર્નન્સના સુશાસનની પરિભાષા અંકિત કરી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના સંકલ્પ સાથે કૃષિ ઉદ્યોગ, સેવા, સમાજ કલ્યાણ સાથે વિકાસની ચોતરફ ગતિની યાત્રા આરંભી છે. ગમે તેવી કુદરતી આફતો હોય કે, કોરોના જેવી મહામારી હોય અમે દિન-રાત પ્રજાની સેવામાં ખડેપગે રહ્યાં છીએ તેમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી સહિત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા.