ભૂપેન્દ્ર પટેલના દીકરાને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, કોમામાંથી બહાર, વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચિંતા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલના દીકરાને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, કોમામાંથી બહાર, વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો
New Update

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચિંતા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો છે. તેઓ કોમામાંથી બહાર આવી ગયા અને તમામ વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યા છે.હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે હજી સંપૂર્ણ રિકવરીમાં થોડો સમય લાગશે. અનુજ પટેલને ટૂંક સમયમાં કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને 30 એપ્રિલના રોજ બ્રેઇન-સ્ટ્રોકના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ હોસ્પિટલે પહોંચ્યો હતો. હાલ અનુજ પટેલની તબિયત સારી છે, પરંતુ બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.

#CM Bhupendra Patel #shifted #BeyondJustNews #Connect Gujarat #Kokilaben Hospital #Ahmedabad #Anuj Patel #Gujarat #Son
Here are a few more articles:
Read the Next Article