ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે, ત્યારે આ બેઠકમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ થઈ શકે છે.
ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાત કરવામાં આવી હતી, અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. આમ ચૂંટણીની તારીખ પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકાર મોટો નિર્ણય કરવા જઈ રહી છે. કેબિનેટમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને અમલમાં મૂકવામાં આવશે.