Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ખાતરની તંગી વચ્ચે મોટા સમાચાર, વાંચો સરકારે શું કર્યો દાવો

હાલ ખેડૂતો શિયાળુ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે

રાજ્યમાં ખાતરની તંગી વચ્ચે મોટા સમાચાર, વાંચો સરકારે શું કર્યો દાવો
X

હાલ ખેડૂતો શિયાળુ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંક દુકાનો સામે ખાતર ન હોવાના બોર્ડ લાગ્યા છે. ત્યારે સરકારે ફરી વાર ખાતરને લઈને મોટો દાવો કર્યો અને કહ્યું છે કે ગુજરાતમાં યોગ્ય માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે.ગુજરાતના છેલ્લા 15 દિવસમાં 1.45 લાખ ટુન યુરિયા ખાતર આપવામાં આવ્યું છે. તેમજ તે સિવાય કેન્દ્ર સરકાર ડિસેમ્બર મહિનામાં કુલ 2.71 લાખ ટન ખાતર મળવાનું છે અને કેન્દ્રએ રવિ સીઝન માટે ગુજરાત માટે કુલ 12.50 લાખ ટન મંજૂર કર્યું છે. આ સિવાય સરકારે જણાવ્યું કે, કંપની દરરોજ 5 થી 10 હજાર મેટ્રિક ટન જથ્થો સપ્લાય કરી રહી છે.બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકો ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે હાલમાં યુરિયા ખાતર ની તંગીને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાં ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે હાલમાં ઘઉં, રાયડો અને એરંડા ની સીઝન હાલમાં ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે

Next Story