/connect-gujarat/media/post_banners/327a0ebc87bee9607564c598e02d0ad1b2416d460edc8de1e485107787d3ebe2.jpg)
રાજકીય પક્ષના ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાનો પ્રારંભ
વાઘોડિયા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન
સુરેન્દ્રનગર-લોકસભા ભાજપના ઉમેદવારે પણ ભર્યું નામાંકન
મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરાયું
ભાજપના ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વડોદરાના વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બીજી તરફ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું હતું.
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચુંટાયા બાદ ભાજપામાં જોડાઈ હવે ભાજપાના બેનર ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે, સામે આ બેઠક ઉપરથી ક્ષત્રિય સમાજના ઉમેદવારે મેદાનમાં ઉમેદવારી નોંધાવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાના સમર્થકો સાથે તેઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરી જીતનો દાવો કર્યો હતો.
તો બીજી તરફ, સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે ભાજપની સભા યોજાય હતી. જે બાદ જીલ્લા કલેકટર કચેરી સુધી રોડ-શો યોજી તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, જીલ્લાના તમામ ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો, હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.