ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો પરથી ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા...

ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા.

ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો પરથી ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા...
New Update

ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. વાગરા, અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા.

આગામી તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે, ત્યારે આજરોજ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. વાગરા બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતેથી જંગી રેલી કાઢવામાં આવી હતી, અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. તેઓએ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર પણ કર્યા હતા. અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ સાથે ભરતસિંહ પરમાર, ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, ફતેસિંહ ગોહિલ સહિતના ભાજપાના આગેવાનો જોડાયા હતા.

તો આ તરફ, અંકલેશ્વર ખાતે વર્તમાન ધારાસભ્ય અને ભાજપાના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઢોલ નગારા સાથે તેઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. તાલુકાના પ્રભારી દિવ્યેશ પટેલ, નગરસેવક સંદીપ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, પાલિકા પ્રમુખ તેમજ મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બીજી તરફ, જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામીએ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સંત સમુદાય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ સહિત સમર્થકોની હાજરીમાં તેઓએ પોતાનું ફોર્મ રજુ કર્યું હતું.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Vagra #Nomination papers #BJP candidates
Here are a few more articles:
Read the Next Article