Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, હિંમતનગર પહોંચ્યા હર્ષ સંઘવી...

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે, ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ કરી છે

X

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે, ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ કરી છે, જ્યાં હર્ષ સંઘવી સહિતના નેતાઓ હિંમતનગર પહોચ્યા હતા.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે. સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ કરી છે, ત્યારે આ જ કવાયતના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. હર્ષ સંઘવીએ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને બેઠકથી આ ડેમેજ કન્ટ્રોલની શરૂઆત કરી છે. સાબરકાંઠા બાદ હર્ષ સંઘવી આ જ લોકસભા બેઠક અંતર્ગત આવતા અરવલ્લીના મોડાસાના પ્રવાસે પણ પહોચ્યા હતા. અગાઉ જેમના નામની સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી તે ભીખાજી ઠાકોરના સમર્થકો છેલ્લા 4 દિવસથી ભીખાજીના સ્થાને જેમને ઉમેદવાર બનાવાયા છે, તેવા શોભના બારૈયાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ વિરોધને ખાળવા પક્ષ તરફથી પ્રદેશ કાર્યાલય પર ભીખાજી ઠાકોરને સુચના અપાઈ હતી. જોકે, તેમ છતાં ભીખાજીના સમર્થકોએ વિરોધ યથાવત રાખતા હર્ષ સંઘવીને મેદાને ઉતારાયા છે. વિધાનસભા બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરવામાં ઉમેદવારો જાહેર કર્યા બાદ પક્ષમાં જ ઉઠેલા વિરોધના સૂરને ડામવા માટે પ્રદેશ ભાજપે તમામ ક્ષેત્રે ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે, ત્યારે સમગ્ર બેઠકમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંત પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story