જૂનાગઢ : માંગરોળના દરિયા કિનારેથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ,મરીન પોલીસે શરુ કરી તપાસ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેમાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી બે બોટ ઝડપાઈ હતી.

New Update
  • દરિયા કિનારે બોટમાંથી જથ્થા બંધ વિદેશી દારૂ પકડાયો

  • બે બોટમાંથી મળી આવ્યો બિનવારસી વિદેશી દારૂનો જથ્થો

  • સ્થાનિક માછીમાર દ્વારા મરીન પોલીસને આપવામાં આવી માહિતી

  • મરીન પોલીસે વિદેશી દારૂની જથ્થો કર્યો જપ્ત 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના બારા વિસ્તારમાં દરિયા કિનારે બે અલગ અલગ નાની ફાયબર બોટ શંકાસ્પદ હાલતમાં બિનવારસી પડી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું હતું. બોટની અંદર વિદેશી દારૂનો જથ્થો હોવાની ચર્ચાએ જોર પકડતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

માંગરોળ મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બંને બોટમાંથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. દારૂનો જથ્થો બિનવારસી હોવાથી પોલીસ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.અને મેરિન પોલીસ આ મામલે સઘન તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Latest Stories