New Update
/connect-gujarat/media/media_files/2024/12/13/RWcqUVnIOhRcq317eYGJ.jpg)
જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયામાં એક બોટ અચાનક ડૂબી ગઈ હતી,માધવપુર માંગરોળ વચ્ચે ૐ શ્રી નામની બોટ દરિયામાં ગરકાવ થઇ ગઈ હતી.જેના કારણે બોટમાં સવાર સાત ખલાસીઓ સામે જીવ સટોસટની સ્થિતિ સર્જાઈ ગઈ હતી,જોકે ઘટના અંગેની જાણ કોસ્ટગાર્ડને થતા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,અને બોટમાં સવાર સાત ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.દરિયો ખેડતા ખલાસીઓનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી,અને તેઓએ કોસ્ટગાર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.