જાફરાબાદ દરિયામાં લાપતા 11 ખલાસીઓનો મામલો
દરિયામાં લાપતા 11 માછીમારો માંથી 3ના મળ્યા મૃતદેહ
કોસ્ટગાર્ડના જહાજે 3 માછીમારોના શબ શોધી કાઢ્યા
30 નોટિકલ માઇલ દૂર 3 માછીમારોના શબ મળ્યા
8 લાપતા માછીમારોની કોસ્ટગાર્ડ કરી રહ્યું છે શોધખોળ
અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં 3 ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી, જેમાં 11 માછીમારો લાપતા થયા હતા. જેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ સતત કામ કરી રહી છે. આ વચ્ચે કોસ્ટગાર્ડને 3 મૃતદેહો મળી આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બનતા ખલાસીઓ માટે જોખમરૂપ સાબિત થયો છે. આ પરિસ્થિતિમાં 3 ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી, જેમાં 11 માછીમારો લાપતા થયા હતા. જાફરાબાદ દરિયામાંથી 30 નોટિકલ માઈલ દૂર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા. માછીમારોના 3 મૃતદેહ મળી આવતા માછીમારોમાં માતમ છવાયો છે. કોસ્ટગાર્ડ દ્વારા મૃતદેહોને દરિયાકિનારે લઈ આવવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
લાપતા થયેલા 11 માછીમારોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન, શિયાળબેટની વધુ બે બોટ અને તેમાં સવાર 9 ખલાસીઓ સાથેનો સંપર્ક તૂટી જતાં નવી ચિંતા ઊભી થઈ હતી. આ બે બોટના નામ 'ધનવંતી' અને 'લક્ષ્મીપ્રસાદ' હતા. જોકે, આ બોટ અને ખલાસીઓ હેમખેમ મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત ફરવાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશ મળતા 500થી વધુ બોટ દરિયામાંથી કિનારે પરત ફરી હતી. જોકે, આ દરમિયાન જાફરાબાદની 2 અને રાજપરાની 1 બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 17 માછીમારોને બચાવી લેવાયા હતા, જ્યારે 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ 8 માછીમારો હજુ પણ લાપતા છે. આ લાપતા માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે.