બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિર પટાંગણમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું કરાશે સ્થાપન...

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે નવું આકર્ષણ, હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે

New Update
બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિર પટાંગણમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું કરાશે સ્થાપન...

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પટાંગણમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાના સ્થાપન કરવામાં આવનાર છે, ત્યારે હનુમાનજી દાદાની પ્રતિમાનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યો હતો.

બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ... એવું કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે, હજારો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે, ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહીં પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની પ્રતિમાના સ્થાપનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયો હોય જેને ફીટીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યો હતો, ત્યારે કુંડળ ધામ ખાતે સંતો, મહંતો દ્વારા હનુમાનજી દાદાની પ્રતિમાના મુખના ભાગનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મૂર્તિ સાળંગપુર જવા રવાના કરવામાં આવી હતી. સાળંગપુર ખાતે આ પ્રતિમાના સ્થાપન બાદ ભક્તો 7 કિલોમીટર દૂરથી દાદાના દર્શન કરી શકશે, ત્યારે ભક્તોના હૃદયમાં ખૂબ જ આનંદ અને ભાવ પ્રગટી રહ્યો છે.

Latest Stories