બોટાદ : "પિતાનું વાત્સલ્ય છલકાયું,"શિક્ષક પિતાએ દીકરીના લગ્નની કંકોત્રીમાં યાદોના સંભારણા કંડારીયા

બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

New Update
  • શિક્ષક પિતાએ દીકરીના લગ્ન કંકોત્રીમાં પોતાની ભાવનાઓ દર્શાવી

  • યાદોનું સંકલન દર્શાવતી 15 પેજની અનોખી કંકોત્રી બનાવી

  • મોરીબાપુના આશીર્વાદથી લઈને યાદગાર પળોને કંકોત્રીમાં કંડારી

  • પિતાએ દીકરીના પ્રેમ અને લાગણીને કંકોત્રીમાં કંડારી

  • જાનકી લગ્નોત્સવ શીર્ષક હેઠળ કંકોત્રી બનાવી 

Advertisment

બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પિતા-પુત્રીના પ્રેમને દર્શાવતી આ 15 પેજની કંકોત્રીમાં 'જાનકી લગ્નોત્સવશીર્ષક હેઠળ વિવિધ વિભાગો સમાવવામાં આવ્યા છે.

બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાનો વ્હાલસોયી દીકરી માટેનું વાત્સલ્ય છલકાયું છે.પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.કંકોત્રીની વિશેષતા એ છે કે તેમાં પ્રખ્યાત કથાકાર મોરારીબાપુના આશીર્વાદથી લઈને દીકરી જાનકીના બાળપણના સંભારણા,બહેનોની યાદગાર ક્ષણો અને શ્રેષ્ઠ સાહિત્યિક રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.નટવરભાઈએ આ કંકોત્રી દ્વારા માત્ર લગ્નની વિગતો જ નહીંપરંતુ ધર્મસંસ્કારસંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોનો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે.

દીકરીને 'પારકી થાપણકહેવાય છે અને લગ્ન બાદ તે પિતાનું ઘર છોડી સાસરે જાય છેત્યારે આ કંકોત્રી દ્વારા નટવરભાઈએ પોતાની વ્હાલસોયી દીકરી પ્રત્યેનો પ્રેમ અને લાગણીઓને કાયમી સ્વરૂપે સાચવી રાખવાની સમાજમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે અને લોકો તેને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે.

 

Latest Stories