બોટાદ : શ્રી કષ્ટભંજન દેવના મુકેશ અંબાણીએ પુત્ર અનંત સાથે પૂજા-અર્ચના કરી, દાદાની લાઈવ આરતી જીયો પ્લેટફોર્મ પર બતાવાશે!

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી.અને દાદાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.

New Update
  • અંબાણી પિતા-પુત્રએ શ્રી કષ્ટભંજન દેવના કર્યા દર્શન

  • શ્રી કષ્ટભંજન દેવના દર્શન સાથે પૂજા અર્ચના કરતા અંબાણી

  • ગૌ પૂજન અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી

  • દાદાની લાઈવ આરતી જીયો પ્લેટફોર્મ પર બતાવવા કરાય રજુઆત

  • મુકેશ અંબાણીએ લાઈવ આરતી માટે પુત્રને આપી જરૂરી સૂચના

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી.અને દાદાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી સાથે બોટાદના સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું હતું અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી હતી. મંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને વિનંતી કરી હતી કે સાળંગપુર હનુમાનજી મંદિરની દૈનિક આરતીનું લાઈવ પ્રસારણ જીયો પ્લેટફોર્મ પર કરવામાં આવે. મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા અનુસારમુકેશ અંબાણીએ આ પ્રસ્તાવને તુરંત સ્વીકારીને તે અંગેની જરૂરી વ્યવસ્થા કરવા માટે પુત્ર અનંત અંબાણીને સૂચના આપી હતી. અંબાણી પરિવારના આગમનને પગલે સાળંગપુરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

Latest Stories