બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન

બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

New Update
aaa

બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisment

તે ઘણા સમયથી બિમાર હતા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો પાર્થિવ દેહ મંગળવારે સવારે રાજસ્થાનના આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશેજ્યાં તેમના અંતિમ દર્શન કરવામાં આવશે.10 એપ્રિલની સવારે 10 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રહ્માકુમારીઝના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પુષ્ટિ કરવામાં આવી છે.

સંસ્થાના પીઆરઓ બીકે કોમલે જણાવ્યું હતું કે દાદીના પાર્થિવ શરીરને મંગળવારે અમદાવાદથી આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે.જ્યાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવશે. 

Advertisment
Latest Stories