/connect-gujarat/media/post_banners/ef2756ab276597cf560cca7b04b9b4436b71cdae7e3044b3963e92c9a8047d3e.jpg)
સુરેન્દ્રનગરમાં ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસમાં કંડક્ટર દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, મોઈન નામના 19 વર્ષીય વિદ્યાર્થીની એસટી બસમાં ટિકિટના બાકીના છૂટા પૈસા આપવા બાબતે કંડક્ટર સાથે બોલાચાલી થઈ હતી હતી. જે બોલાચાલી બાદ મામલો ગરમાતા ઉશ્કેરાયેલા કંડક્ટરે વિદ્યાર્થીને ઢીબેડી નાખ્યો હતો. લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસમાં જ કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારતા લોહીલુહાણ થયો હતો, ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, એસટી બસના કંડક્ટર દ્વારા અવારનવાર મુસાફરો અને વિધાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની પણ મુસાફરો દ્વારા અગાઉ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર બનાવનો વિડિયો વાયરલ થતાં ભોગ બનનાર વિદ્યાર્થીના માતા-પિતાએ કંડક્ટર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/15/dhiraj-kumar-2025-07-15-16-52-09.jpg)