Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારના પડઘમ થયા શાંત,89 બેઠક પર 1લી ડિસે. યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાત ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા, કોંગ્રેસ પરિવર્તન માટે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા છે.તમામ રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Story