શું આને કહેવાશે વિકાસ..?, યમદૂત સમાન ભાવનગરના રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું..!

રાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે.

શું આને કહેવાશે વિકાસ..?, યમદૂત સમાન ભાવનગરના રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું..!
New Update

રાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે. પાલિકા દ્વારા સતનામ ચોકડીથી ફુલસર સુધી રોડ તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ અહી રોડ વચ્ચે જ ઊભા રહેલા PGVCLના વીજપોલ જાણે અકસ્માતોને નોતરું આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

કોઈપણ વિકાસના કામ થતા હોય તો તેમાં જે તે સંબંધિત સરકારી વિભાગોનું સંકલન હોવું જરૂરી છે, પરંતુ સંકલન ન હોવાના કારણે લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ થાય છે. તેનું તદશ ઉદાહરણ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં જોવા મળ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડ પર સતનામ ચોકથી ફૂલસર ગામ તથા કર્મચારી નગરને જોડતા માર્ગ પરનો વિસ્તાર શહેરી હદમાં ભળ્યાં બાદ ડામર રોડ નિર્માણ કરવામાં આવ્યો છે. પરંતુ PGVCL જાણે વીજપોલ દૂર કરવાનું જ ભુલી ગયું હોય તેવું જોવા મળ્યું છે. જેના કારણે રોડ પર વચ્ચેવચ રહેલા વીજપોલથી લોકોને અકસ્માતનો પણ ભય રહે છે.

જોકે, આ રોડ નિર્માણની કામગીરી અસહ્ય વિલંબ અને યોગ્ય આયોજન વિના થતાં સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેમજ PGVCL અને મનપા વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો છે. ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસરને જોડતો માર્ગ તો નવો બનાવવામાં આવ્યો છે, ત્યારે આ રોડ પર યમના દૂત સમાન ઊભેલા વિજ થાંભલાઓ અને રોડ વચ્ચે આવેલો એક કૂવો કોઈ મોટી જાનહાની કે, દુર્ઘટનાની રાહ જોઈને બેઠો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Bhavnagar #Collector #PGVCL #BhavnagarMunicipalCorporation #Election 2022 #Electricity. Power issues
Here are a few more articles:
Read the Next Article