અમરેલી : સાવરકુંડલા-મહુવા રોડ પર 2 લોકોને કચડી મારનાર કાર ચાલક ઝડપાયો, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન...

મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,

New Update
  • સાવરકુંડલાના મહુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના

  • કારચાલાકે અડફેટે લેતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું

  • ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • CCTV ફૂટેજના આધારે પોલીસે કરી કારચાલકની ધરપકડ

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ પર કારચાલાકે અડફેટે લેતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું હતુંજ્યારે ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફહિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ પર 2 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે બીજા દિવસે 15 વર્ષીય જય જોશીનું સારવાર દરમ્યાન મોત નીપજતા અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા.

એક જ પરિવારના 5 સભ્યોમાં 2 લોકોના મોત થયા છેજ્યારે હજુ 3 વર્ષીય બાળકી રિવા જોશીકેતન જોશી અને રિદ્ધિ જોશી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તો બીજી તરફગમખ્વાર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે CCTVના આધારે કાર ચાલક અનક વાળાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી અનક વાળાને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. કારથી કેવી રીતે અક્સ્માત સર્જાયો તે મુદ્દે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી હતી. મોતના સાંઢની માફક ચલાવતા કાર ચાલક અનક વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories