સરકારી કર્મચારીઓ પર હુમલાનો મામલો
નિકુભા ગેંગના ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
ગેંગ વિરુદ્ધ 15 ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે
એલસીબીની ગુજસીટોક હેઠળ કાર્યવાહી
પોલીસે ચાર શખ્સોની કરી ધરપકડ
સાબરકાંઠામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજચોરી અટકાવવા કામ કરતા સરકારી કર્મચારીઓ પર હુમલોની ઘટના બની હતી.આ કૃત્ય આચરનારા નિકુભા ગેંગના ચાર સભ્યો વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે.અને ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનીજચોરને ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હતા. ત્યારે ખાસ કરીને પ્રાંતિજ તાલુકાના નવાપુરાના નિકુભા ગેંગના ચાર શખ્સો સરકારી કર્મચારીઓ પર હિચકારો હૂમલો કરી ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા,આ ગેંગ વિરૂધ્ધ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તપાસને અંતે સાબરકાંઠા એલસીબીએ બુધવારે નિકુભા ગેંગના ચાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી.
આ અંગે એલસીબીના સુત્રોમાંથી મળતી જણાવાયા મુજબ પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જશવંતસિંહ રાઠોડ,ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ દ્વારા અવારનવાર ખનીજચોરી અટકાવવા માટે ખાણ -ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરવાની તથા ખુનની કોશિશ સહિત અન્ય ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા.જે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરૂધ્ધ અત્યાર સુધીમાં 15 ગુના નોંધાઈ ચુક્યા છે.જોકે પોલીસે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દર્જ કરીને કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.