Connect Gujarat
ગુજરાત

પાટણના 1,279મા સ્થાપના દિવસની ઉજવણી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી સમારોહ યોજાયો...

પાટણ નગરના 1,279મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરની એમ.એન.હાઈસ્કૂલના મેદાન ખાતે 24મો વિરાંજલી સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

પાટણ નગરના 1,279મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરની એમ.એન.હાઈસ્કૂલના મેદાન ખાતે 24મો વિરાંજલી સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણના 1,279મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ 24મા વિરાંજલી સમારોહમાં ઉપસ્થિત રાજયસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ રાજવી નામદાર રાજ સાહેબ, કેશરી દેવસિહજી, કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સહિતના મહુનભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના પાટણનો ભૂતકાળ ભુલાઈ શકાય તેમ નથી. નાયકા દેવીની સુરવીરતાએ મહંમદ ધોરીને પાટણમાં પ્રવેશતા અટકાવીને ભગાડયો હતો, ત્યારે રાજપૂત સમાજના ઇતિહાસને યાદ રાખવા રાજપૂત સમાજના આજના યુવાનોને અપીલ કરી હતી. આ પ્રસંગે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ઈતિહાસની ભવ્યતા ભુલાઈ ન જાય તે પ્રકારનું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલો, નવા હોદેદારોને ઉપસ્થિત મહાનુભાવો અને રાજવીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. વિરાંજલી કાર્યક્રમમાં પાટણ અને રાજપૂત કન્યા છાત્રાલય વઢવાણ, સુરેન્દ્રનગરની રાજપૂત સમાજની દિકરીબાઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, સ્ટેટ ઓફ વાવના વાવ રાણા સાહેબ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દિપકસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story