સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સજ્જડ બંધ રાખવામાં આવતા ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાથ સહકાર આપવા બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો.
આજરોજ નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે, ત્યારે SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગષ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ નામદાર સુપ્રિમ કોર્ટના અનુસુચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો છે. જોકે, આ બંધને નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મિશ્ર પ્રસિસાદ સાંપડ્યો હતો. પરંતુ કેવડિયા, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારામાં સજ્જડ બંધ રાખવામાં રાખવામાં આવ્યું હતું. આ સાથે જ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાથ સહકાર આપવા અને એકતા બતાવવા બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો.