પાવીજેતપુરમાં CCI દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ
CCI દ્વારા કપાસનો પોષણક્ષમ ભાવ આપવામાં આવ્યો
ખેતીમાં ખેડૂતોની મહેનત અને ખર્ચને ધ્યાનમાં રખાયો
ખેડૂતોને રૂ. 8,069 પ્રતિ ક્વિન્ટલ ભાવ મળતા રાહત
ખેડૂતોને સ્લોટ બુકિંગ કરાવવું ફરજિયાત : સેન્ટર ઇન્ચાર્જ
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં CCI દ્વારા સારો ભાવ આપવા સાથે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. હરિઓમ જીનિંગ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે. ખરીદી પ્રક્રિયામાં સરળતા અને વ્યવસ્થા જાળવવા માટે, ખેડૂતોએ પહેલાં સ્લોટ બુકિંગ કરાવવું ફરજિયાત છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને પ્રક્રિયા સુવ્યવસ્થિત રહેશે. કપાસની ખેતીમાં ખેડૂતોની મહેનત અને ખર્ચને ધ્યાનમાં રાખીને, ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે જાહેર કરાયેલો રૂ. 8,069નો ભાવ સારો માનવામાં આવે છે. જોકે, ખેડૂતો હજુ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી વધુ સારા ભાવની અપેક્ષા રાખી રહ્યા છે.