માવઠાથી ખેતીને નુકસાન
ખેતરોમાં ભરાયા પાણી
ડાંગરના પાકને પહોંચ્યું નુકસાન
પાક પાણીમાં ડૂબી જતા થયો નષ્ટ
ખેડૂતોની સરકાર પાસે રાહત પેકેજની માંગ
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદે જમાવટ કરતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે,જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રીના સમયે ધીમીધારે વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે,છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ વરસતા મોટાભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર કર્યું હતું, અને સારો વરસાદ વરસતા, ડાંગરના પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું થયું હતું.ડાંગરનો પાક તૈયાર થતાં પાકની કાપણીના સમયે જ છેલ્લા ત્રણ દિવસથી આખી રાત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેડૂતો ભરાયેલા પાણીમાંથી પાકને બહાર કાઢી રહ્યા છે,અને ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થઇ જતાં ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.





































