છોટાઉદેપુર : નગરપાલિકા દ્વારા આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ,વિવિધ જાહેર સ્થળો પર મુકાયા મશીન

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.જેમાં આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update
  • નગરપલિકાનો સરાહનીય પ્રયાસ

  • વોટર એટીએમનું કર્યું લોકાર્પણ

  • મહત્વના સ્થળો પર મુક્યા વોટર એટીએમ

  • નાગરિકોને મળશે પીવા માટે શુદ્ધ પાણી

  • નગરપાલિકાના પ્રયાસને બિરદાવતા લોકો 

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.જેમાં આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર નગરપાલિકાએ નાગરિકોને સરળતાથી પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ જશુ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વોટર એટીએમ કસ્બા પીક અપ સ્ટેન્ડબસ ડેપોપેટ્રોલ પંપ ચાર રસ્તાસરદાર ગાર્ડનમાણેક ચોક અને કવાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા છે.

નગરના લોકોમુસાફરો અને આસપાસના ગ્રામજનો હવે સરળતાથી શુદ્ધ પાણી મેળવી શકશે. સૌથી મોટી વાત એ છે કેઆ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. માત્ર એક રૂપિયામાં એક લિટરબે રૂપિયામાં બે લિટર અને પાંચ રૂપિયામાં પાંચ લિટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. છોટાઉદેપુર નગરપાલિકાનો આ નિર્ણય જનસુખાકારી તરફનું એક ઉત્તમ પગલું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Latest Stories