Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ કચરાના ઢગ, ગ્રામજનો ત્રાહિમામ પોકાર્યા

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર ગામના કેટલાક વિસ્તારોમાં ગંદકીથી લોકો પરેશાન છે

X

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર ગામના કેટલાક વિસ્તારોમાં ગંદકીથી લોકો પરેશાન છે પણ સરપંચ કે પંચાયતના હોદ્દેદારોને લોકોના સ્વાસ્થયની કોઈ ચિંતા રહી નથી તેમ લાગી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગામો એવા છે કે જ્યા સરકારની યોજનાઓનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકાર સ્વચ્છતા માટે કરોડોનો ખર્ચ કરી લોકોમા જાગૃતતા આવે તે માટે બેનરો મારી સંદેશા આપે છે. જેતપુર ગામે પણ બેનરો મારવામા આવ્યા છે.પરંતુ પંચાયતની જ્યા કચેરી છે ત્યાં પરિસરમા જ ગંદકી જોવાં મળી રહી છે.ચારો તરફ કચરાના ઢગ છે. કચરો નાખનારને રૂપિયા 500નો દંડ થશે તેવી નોટિસ કચરાના ઢેર પાસેની દીવાલ પર લગાડવામા આવી છે.ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

પંચાયતની કચેરી પાસે શાકમાર્કેટ આવેલ છે. અહી આવતા લોકો દુર્ગંધથી પરેશાન છે. લોકોને મોઢા પર હાથ મૂકીને શાકભાજી કે જીવન જરૂરિયાનો સામાન લેવા આવવું પડતું હોય છે. પંચાયત કચેરી પર સરપંચ,તલાટી અને પંચાયતના હોદ્દેદારો આવતા હોય છે. તો પછી તેમને આ કચરાના ઢેર નહીં દેખાતા હોય તેવી લોકોમા ચર્ચા ઉઠી રહી છે. કચરાના નિકાલ માટે સરકારે લાખો રૂપિયા ખર્ચીને મશીન આપ્યા પણ આજે તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જ્યા મશીન છે ત્યાં રોજી રોટી માટે કેટલાક પથારાવાળા બેસે છે . ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્રારા ગંદકીની સમસ્યા દૂર ન થતા લોકોએ તાલુકાના અધિકારીને જાણ કરી છે .

Next Story