Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : સુખી ડેમ હોવા છતાં અંતરિયાળ ગામડાઓ ખેડૂતોને પાણીની અછત, કુવાના પાણીનો લેવો પડે છે સહારો..

જિલ્લામાં વર્ષો પહેલા બનેલ સુખી સિંચાઇના ડેમમાં આજે ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે જેની સામે અધિકારી કોઈ પગલાં ન લેતા ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે.

X

છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા બનેલ સુખી સિંચાઇના ડેમમાં આજે ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે જેની સામે અધિકારી કોઈ પગલાં ન લેતા ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે.

એક તરફ ખેડૂતો ખેતીમાં બમણી આવક મેળવે તે માટેની અલગ અલગ યોજના સરકાર બનાવે છે તો બીજી તરફ ખેડૂતો પાણી માટે વલખાં મારે છે. વર્ષો પહેલા પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે બનાવેલ સુખી સિંચાઇ યોજના આજે ખેડૂતો માટે દુખી યોજના સાબિત થઈ રહી છે . ખેડૂતો માટે જીવાદોરી સમાન સુખી સિંચાઇના આ ડેમની માઇનોર કેનાલો બનાવવામાં આવી હતી તે માઇનોર કેનાલોનું કેટલીક જગ્યાએ અસ્તિત્વ જ નથી રહ્યું અને છેલ્લા15 વર્ષથી પાણી ન આવતું હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે.

આ સુખી ડેમ દ્રારા છોટાઉદેપુર જિલ્લાના 92 ગામના 17,094 હેક્ટર જમીન અને પંચમહાલ જિલ્લાના 39 ગામોની 3607 હેક્ટર જમીનને સીંચાયનો લાભ આપવા માટેની વ્યવ્સ્થા માઇનોર કેનાલો દ્રારા કરાઇ છે. આજની સ્થિતીમાં ડેમમાં પાણી ભરપૂર છે પરંતુ પાવીજેતપુર તાલુકાના ગંભીર પૂરાનો આ વિસ્તાર કે જયાથી 3 કિમીના અંતરે સુખી ડેમ આવેલ છે પણ અહી ન ખેડૂતોને સુખી ડેમનું હક નું પાણી તેમણે આજે નથી મળી રહ્યું.લોકોએ ચોમાસા બાદ કૂવાના પાણીના આધારે ખેતી કરવી પડે છે પણ છેલ્લું પાણી ના મળતા પાક સુકાઈ રહયો છે. આ વિસ્તાર ના ખેડૂતો સિંચાઇ વિભાગ માં વારંવાર રજૂઆત કરી હોવાનું જણાવી રહ્યા છે પણ તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી.

Next Story