/connect-gujarat/media/media_files/2025/07/07/cmo-gujarat-2025-07-07-15-34-30.jpg)
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ હાઈ લેવલ બેઠક યોજી ચોમાસા દરમ્યાન રોડ-રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિ અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા, પુલો અને હાઈવેની અત્યંત બિસ્માર સ્થિતિ થઈ છે, ત્યારે આ મામલે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ હાઈ લેવલ બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં જે કામોને ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડમાં નુકશાન થાય તેવા કામોની કામગીરી પુરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકિદ કરી હતી.
વધુમાં રાજ્યની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓના રસ્તા, અન્ડરબ્રિજના પ્રશ્નો અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય અને લોકોને કામો થતાં દેખાય તેવી કામગીરી માટે મુખ્યમંત્રીએ સુચનાઓ આપી હતી. આ સાથે જ ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામો અપાય, પૈસાની કમી નથી પણ કામો યોગ્ય અને ટકાઉ થવા જોઈએ તેવું બેઠક દરમ્યાન સૂચન કરવામાં આવ્યું હતું.