જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળા બાળકનું મોત, ડોક્ટર-સ્ટાફની બે’દરકારીના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો..!

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..

New Update
  • સિવિલ હોસ્પિટલ ફરી એકવાર હોબાળાનું કેન્દ્ર બની

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બાળકનું મોત

  • હોસ્પિટલની ગંભીર બેદરકારીનો પરિવારનો આક્ષેપ

  • ડોક્ટર અને સ્ટાફ દ્વારા બેદરકારી દાખવ્યાનો આક્ષેપ

  • તમામ આક્ષેપોને તબીબ દ્વારા પાયાવિહોણા ગણાવાયા 

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આક્ષેપો અને હોબાળાનું કેન્દ્ર બની છે. ગત તા. 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. 

આ સમગ્ર ઘટનાને લઈ પરિવારજનો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો અને મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કેતેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે થયું છે. એટલું જ નહીં પરિવારે એક દિવસામાં 4 બાળકોના મોત થયાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.

તો બીજી તરફજુનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો. પ્રિયંકા જોગીયાએ મૃતકના સ્વજનો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ કેસમાં મંજુલા રાઠોડને ત્રીજી ડિલિવરી માટે વિસાવદરથી રિફર કરવામાં આવ્યા હતા. જોકેબાળકના ધબકારા શરૂઆતથી જ ઓછા હતાતેથી અમે બાળકને તાત્કાલિક બાળક વિભાગમાં રિફર કરી દીધું હતું. આમાં ડોક્ટર કે સ્ટાફની કોઈ બેદરકારી નથી તેમજ એક દિવસામાં 4 બાળકોના મોત થયાના ગંભીર આક્ષેપ મામલે પણ તેઓ અજાણ હોવાનું જણાવ્યુ હતું.

Latest Stories