Connect Gujarat
ગુજરાત

ચોટીલા: 655 પગથિયાં ચડવાને બદલે હવે સીધા જ મા ચામુંડાના દર્શન કરી શકશો, રોપ-વેની મળી મંજૂરી

ચોટીલા ખાતે રોપ વે સેવ શરૂ કરવાનો સરકારનો નિર્ણય, એક વર્ષમાં રોપ-વેની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ

X

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી પર્વત પર રોપવે બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

સૌરાષ્ટ્રના સુપ્રિસદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટીલામાં પણ હવે રોપ-વે બનશે.ગુજરાતમા અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ હવે વધુ એક રોપ-વે બનાવવામા આવનાર છે.જે સૌરાષ્ટ્રમાં ચોટીલા મંદિર ખાતે બનશે. યાત્રાધામ ચોટીલાના રોપવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. કોર્ટમાં થયેલા કેસોનો નિકાલ થતા હવે ટૂંક સમયમાં રોપવે પ્રોજેક્ટ શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી પર્વત પર રોપવે બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જેને લઇને ભક્તો તેમજ ડુંગર તળેટી વિસ્તારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ઐતિહાસિક ડુંગર આવેલો છે. જેની પર માં ચામુંડા બીરાજમાન છે.

અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને ડુંગર પર દર્શનાર્થે ભક્તો જાય છે. જોકે, હવે રોપવે બનાવવામાં આવશે જેથી ભક્તો 655 પગથિયા ચડવાને બદલે સીધા જ માં ચામુંડાના દર્શન કરી શકશે. આ મંદિરમાં સમગ્ર ભારતભરમાંથી લોકો દર્શન અર્થે આવતા હોય છે.

Next Story