વલસાડ અને નવસારી જિલ્લાના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો
આજે નાળિયેરી પૂનમના દિવસે સાગરખેડૂઓએ દરિયાદેવની પૂજા કરી નવી સિઝનની શરૂઆત કરે છે ત્યારે વલસાડ ના સાગર ખેડૂતો દ્વારા પણ દરિયાદેવ તેમજ બોટની પૂજા કરી નવી સિઝનની શરૂઆત કરી હતી.નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે માછીમારો અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે દરિયાકિનારે પહોંચે છે અને પરિવારને ક્ષેમકુશળ રાખવાની પ્રાર્થના સાથે દરિયાદેવનું પરંપરાગત પૂજન કરતા હોય છે. આ પછી સમુદ્રમાં બોટ રવાના થતી હોય છે.જે મુજબ આજે વલસાડ ના સમુદ્ર કિનારે માછીમાર સમુદાયના લોકોએ પરંપરાગત રીતે આસ્થા પૂર્વક પૂજન અર્ચના કરી દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર રોજગારીમાં સમૃદ્ધિ આપવા અને રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે
નવસારી જીલ્લામાં પણ આજે માછીમારોએ વર્ષો જૂની પરંપરા મુજબ નાળિયેરી પૂનમના પવિત્ર દિવસે માછીમારોના પરિવારજનોએ કળશ યાત્રા કાઢી, વિધિ વિધાન સાથે નારિયેળ પધરાવી દરિયાદેવનું પૂજન કર્યું હતું. સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન દરિયા દેવ શાંત રહે અને મબલખ મચ્છી આપવા સાથે મચ્છીમારી કરવા જતા માછીમારોની રક્ષા કરે એવા ભાવ સાથે પ્રાર્થના કરી હતી.