Connect Gujarat
ગુજરાત

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નોંધાવ્યો વિરોધ...

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે,

X

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે, તેની સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદના માધુપુરામાં આવેલા અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા જગદીશ ઠાકોરે અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે, તે મામલે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, અંબાજીના સ્થાનિકોને રોજીરોટી મળતી હતી, આ મંદિરના સ્થાપક દાતા દરબારે કહ્યું છે કે, અમારા પૂર્વજો મોહનથાળથી આ પ્રસાદની શરૂઆત કરી હતી. જે પરંપરાઓ, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે, તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે, મોહનથાળ બદલીને ત્યાં ચીકી, હવે કાલે ઊઠીને મહુડીમાં સુખડીના બદલે ગોળ-ધાણા ચાલુ કરાશે, કે શું..? તેવું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં જણાવી નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે પરંપરાને ફરી શરૂ કરાવવાની નેમ સાથે તેઓએ જણાવ્યુ હતું કે, અમે આ નહીં ચાલવા દઈએ. આ સાથે જ વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ પ્રસાદ બંધ થતા વિરોધ નોંધાવ્યો હતો.

Next Story