Connect Gujarat
ગુજરાત

પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવો સામે કોંગ્રેસના રાજયવ્યાપી દેખાવો

કોંગ્રેસના કાર્યક્રમને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ.

X

દેશમાં એક તરફ લોકો કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકોના ધંધા- રોજગાર ઠપ થઇ ચુકયાં છે તો બીજી તરફ પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસના વધી રહેલાં ભાવોએ લોકોની કમર તોડી નાંખી છે. દેશના કેટલાય શહેરોમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયાં છે. ઇંધણના ભાવ વધવાના કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધતાં લોકો મોંઘવારીના ખપ્પરમાં હોમાય ગયાં છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગની હાલત અંત્યંત દયનીય બની રહી છે. ઇંધણના વધતાં ભાવના વિરોધમાં શુક્રવારના રોજ કોંગ્રેસે રાજયવ્યાપી દેખાવો કર્યા હતાં.

ભરૂચમાં સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો યોજયાં હતાં અને ભાજપ સરકારની વિરૂધ્ધમાં નારેબાજી કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા, પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ વિકકી શોખી, વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદ, યુવા કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ ભરુચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલપંપનો ઘેરાવો કરવા કુચ કરી હતી પણ પોલીસે રસ્તામાં જ તેમની અટકાયત કરી લીધી હતી.

ભરૂચ બાદ હવે જોઇએ અમદાવાદમાં કેવું રહયું વિરોધ પ્રદર્શન...અમદાવાદમાં સી.જી. રોડ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયાં હતાં. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસેથી જાણીએ વધુ વિગતો...

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો. કોંગ્રેસને સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. મનપાની ચુંટણી બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ફરી લોકોની વચ્ચે દેખાયાં હતાં અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં પણ કોંગ્રેસ સમિતિ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. સતત વધી રહેલાં ભાવોથી લોકોની વેદનાને વાચા આપવા કોંગ્રેસના કાર્યકરોએ પ્રથમ દેખાવો કર્યા હતાં અને બાદમાં ઉંટગાડીમાં સવારી કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો જોડાયાં હતાં..

ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં કલેકટર કચેરીની સામે કોંગી આગેવાનો અને કાર્યકરોએ ધરણાં યોજયાં હતાં. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પુતળાને ચંપલનો હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ, શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.કોંગ્રેસના કાર્યક્રમને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો

ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ

રાજયના મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં પણ કોંગ્રેસના દેખાવો યોજાયાં હતાં. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોને કાબુમાં રાખવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત રાજય સરકારે ટેકસ ઓછો કરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત આપવાની માંગણી કોંગ્રેસે કરી છે..

Next Story