સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણીથી વિવાદ વકર્યો,જલારામ બાપા વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે.

New Update
gyanprakash Swami

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ટીપ્પણીને લઈ વિવાદ વકર્યો છે.'જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છેતેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે. જો કેઆ વિવાદાસ્પદ વાત પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે.

Advertisment

જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાનો જ્ઞાનપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે. સાથો સાથે કહ્યું કે, 'વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે. જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા,અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છેવધુમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.'

જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, 'ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે લેવા ગયા હતાજ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાના પણ દાવો કર્યો છે. જોકે જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની ટીપ્પણીથી ભારે વિવાદ વકર્યો છે.

Advertisment
Latest Stories