છોટાઉદેપુર : કોંગ્રેસની જનઆક્રોશ રેલી અંગે જિલ્લા ભાજપ પ્રમુખની સોશિયલ મિડીયા પોસ્ટથી વિવાદ,કોંગ્રેસે આપી તીખી પ્રતિક્રિયા

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉમેશ રાઠવા દ્વારા કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો ફિયાસ્કો થયો હોવાની સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકવામાં આવી હતી.

New Update
  • કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો મામલો

  • જિલ્લા ભાજપ પ્રમુખે પોસ્ટ કરતા વિવાદ

  • સોશિયલ મિડીયા પર કરી હતી પોસ્ટ

  • ભાજપ કોંગ્રેસ વચ્ચે સર્જાયો વિવાદ

  • કોંગ્રેસે પણ આપી પોતાની પ્રતિક્રિયા 

છોટાઉદેપુરમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા દ્વારા સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવામાં આવી હતી.આ પોસ્ટને મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો છે,તેમજ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉમેશ રાઠવા દ્વારા કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો ફિયાસ્કો થયો હોવાની સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકવામાં આવી હતી.અને કોંગી નેતાઓ અંગે આક્ષેપ કર્યા હતા.તેમજ જનઆક્રોશ યાત્રાનો ફિયાસ્કો થયો હોવાનું પોસ્ટમાં જણાવ્યું હતું.ત્યારે આ મુદ્દે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદના બીજ રોપાયા છે અને એક બીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંત રાઠવાએ પણ જિલ્લા ભાજપ પ્રમુખની ટીપણીને લઇને પ્રતિક્રિયા આપી છે,અને જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રાને લઈને ભાજપ પ્રમુખે ટીપણી કરી છે એ નબળી માનસિકતા રાખી રહ્યા છે,અમને લાગે છે કે જન આક્રોશ યાત્રા પર જે ટીકા ટીપણી કરવા મજબૂર બન્યા છે એ અમારા માટે અમારી સફળતા છે.

#Gujarat Congress #Controversy #Chhotaudepur #Chhotaudepur News #જનઆક્રોશ યાત્રા
Latest Stories