/connect-gujarat/media/media_files/2025/01/23/12TQ9GfQMoDHm3lcBFT0.jpg)
દેશભરમાં બહુચર્ચિત બની ગયેલા ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓને સાંકળતા કચ્છ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે કથિત રીતે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મકાંડના હાઈપ્રોફાઈલ કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા તમામ 8 આરોપીઓ નિદોર્ષ જાહેર કર્યા હતા.
દુષ્કર્મકાંડ બહાર આવ્યા બાદ ઉભા થયેલા હલ્લાબોલ વચ્ચે ગુજરાત સરકારે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. તેમજ ઝડપી ટ્રાયલ ચલાવવા માટે એક ખાસ સરકારી વકીલની પણ આ કેસમાં નિમણૂક કરી હતી.
25 જાન્યુઆરી 2017ના રોજ નલિયા દુષ્કર્મ કાંડની ફરિયાદ પીડિતા દ્વારા નોંધાયા બાદ રાજકીય હોબાળા વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.દુષ્કર્મ કાંડના કુલ 8 વગદાર તહોમતદારને પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક ઝડપી લીધા હતા અને તેમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા,તેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.