તમે જોજો દિલ્હીવાળાની ડિપોઝિટ ડુલ થશે..! : જુનાગઢમાં સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

New Update
  • ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ

  • સી.આર.પાટીલ અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા

  • હારેલા CM ફોર્મ ભરાવવા આવ્યા : સી.આર.પાટીલ

  • અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી : કેન્દ્રિય મંત્રી

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપઠિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છેત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કેજેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા CM ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતાઅને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.

ભેંસાણની ધરતીમાં પરબનું પીર છેસાધુ-સંતોની ભૂમિ છેસાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત નિશ્વિત જ હોય છે. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાતભરના દિગ્ગજ નેતાઓધારાસભ્યોસાંસદોહોદ્દેદારોએ હાજરી આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટરોની ટીમ પણ સંમેલનમાં જોડાય હતી.

Read the Next Article

ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો મળશે લાભ

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી

New Update
content_image_0a7120b7-9ca1-401c-8c9e-3a7c85534313

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે.

ગુજરાતમાં PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે. આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે.

'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી તેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2018 થી 2025 સુધીમાં PMJAY યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દાવાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી) આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.

આરોગ્યમંત્રીએ 108 સેવા વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે:

  • રોજની સેવા: દરરોજ સરેરાશ 4,300 થી 4,500 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
  • પ્રતિસાદ: 108 પર આવતા 99% કોલનો પ્રથમ બે રિંગમાં જ જવાબ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે.
  • બચાવેલ જીવ: અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને 17 લાખથી વધુ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાયેલી જિંદગીઓને બચાવવામાં આવી છે.
  • પ્રસૂતિ સહાય: 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 58.70 લાખથી વધુ સગર્ભા માતાઓને મદદ કરવામાં આવી છે, અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરાવવામાં આવી છે.
  • એર અને બોટ એમ્બ્યુલન્સ: ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 72 ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરાંત, પોરબંદર અને ઓખા ખાતે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.