"ભાજપમાં ભંગાણ" ભરૂચ BJPના 150 જેટલા કાર્યકરોએ AAPનું ઝાડુ પકડ્યું

ગતરોજ આપના અધ્યક્ષ અને દિલ્લીના મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાતનું બ્યૂગલ ફૂકાતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે.

New Update
"ભાજપમાં ભંગાણ" ભરૂચ BJPના 150 જેટલા કાર્યકરોએ AAPનું ઝાડુ પકડ્યું

ગતરોજ આપના અધ્યક્ષ અને દિલ્લીના મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાતનું બ્યૂગલ ફૂકાતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ગતરોજ ગુજરાતનાં જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવીએ પણ પત્રકારત્વ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે આજ રોજ એક તરફ ગાંધીનગર ખાતે ભાજપાના ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ભરૂચ ભાજપામાં ભંગાણ પડ્યું હતું. ભરૂચ ભાજપાના 150 જેટલા કાર્યકરો હોટલ કમ્ફર્ટ ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

Advertisment

આજરોજ આમ આદમી પાર્ટીની ભરૂચની હોટલ કમ્ફર્ટ ખાતે યોજાયેલ બેઠકમાં ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને માનવ સેવાયજ્ઞ સંસ્થાના યુવા અગ્રણી અભિલેશ ગોહિલ પોતાના 150 સમર્થકો સાથે આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ સહસંગઠન મંત્રી હરેશ જોગરાના, જિલ્લા પ્રભારી કે.પી.શર્મા, જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં અભિલેશ ગોહિલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજે આમ આદમી પાર્ટીમાં જોડાનાર તમામને આવકાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરતા અભિલેશ ગોહિલે વધુમાં જણાવતા કહ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીના કેજરીવાલની નીતિ અને વિચારોથી પ્રભાવિત થઈ આપમાં જોડાયા છે.

Advertisment