/connect-gujarat/media/post_banners/af142532fbde78df2c66870fc7efabf7f231252c080c4fce939bea555494f0e8.jpg)
જામનગરમાં 78 વિધાનસભાના ઉમેદવાર રિવા બાને જિતાડવા તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ઉત્તર વિધાનસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રવિન્દ્ર જાડેજા પણ પત્ની રિવાબા જાડેજાને જિતાડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરના વોર્ડ નંબર 1 ,2 અને 3માં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો જાડેજાએ પણ તમામનું અભિવાદન ઝીલયુ હતું.ખુલ્લી જિપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો કર્યો હતો.