ભાજપના આગેવાનનો ગુનાખોરીનો ઇતિહાસ,લીંબડી પાલિકાના એસ્ટાબ્લીશમેન્ટ ચેરમેનની ધરપકડ

ભાજપના દિલીપ ડણીયાના જુગારમા કેસમાં કાર્યવાહી, ભાજપના જ ચૂંટાયેલા આગેવાન ગુનાખોરીનો ઇતિહાસ

ભાજપના આગેવાનનો ગુનાખોરીનો ઇતિહાસ,લીંબડી પાલિકાના એસ્ટાબ્લીશમેન્ટ ચેરમેનની ધરપકડ
New Update

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ના સદસ્ય અને પાલિકાની એસ્ટાબ્લીશમેન્ટ સમિતિના ચેરમેન અને ભાજપના જ ચૂંટાયેલા આગેવાન દિલીપ ડણીયાના વિરુદ્ધમાં લીંબડી પોલીસ મથકે નોંધાયેલા જુગારના કેસમાં પાસાની કાર્યવાહી કરાતા ચકચાર મચી ગઇ છે.

ગુજરાતને દેશનુ વિકાસ મોડેલ ગણાવતી અને શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપના જ ચૂંટાયેલા આગેવાન ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.લીંબડી નગરપાલિકા સદસ્યનું જુગારધામમાં તેમજ અન્ય જુગારના કેસમાં નામ ખુલતા લીંબડી પોલીસે પાસાની કાર્યવાહી કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. લીંબડી શહેરમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન સ્ટેટ વિજીલન્સની ટીમે લીંબડી કંસારા બજારમાં દરોડો કરી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું હતુ જેમાં મોટી રકમો જુગાર ઝડપાતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં હતાં.

આ જુગારધામમાં લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ના ભાજપ સદસ્ય દિલીપ પ્રતાપભાઇ ડણીયાનું ના ખલ્યુ હતુ આ ઉપરાંત અન્ય પણ બે થી ત્રણ જુગારના કેસમાં દિલીપ ડણીયાનું નામ ખુલતા લીંબડી પોલીસ દ્વારા દિલીપ ડણીયા વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ પાસા અંગેની દરખાસ્ત કરતા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપતા જ લીંબડી પોલીસ દ્વારા પાસના વોરંટની બજવણી કરી દિલીપ ડણીયાની ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે લીંબડી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય અને એસ્ટાબ્લીશમેન્ટ સમિતિન ચેરમનેની પાસમાં ધરપકડ થતાં ભાજપની છબી ખરડાઇ છે જો કે મામલે ભાજપના આગેવાનોએ મૌન સેવી લીધું હતુ અને ફોન રિસિવ કરવાનુ પણ ટાળ્યું હતું.

#Gujarat #Surendranagar #police #arrest #crime #Chairman #Criminal history #Limbdi municipality #establishment
Here are a few more articles:
Read the Next Article