New Update
ગીર સોમનાથના વેરાવળમાં યોજાયો લોકડાયરો
ડાયરામાં ગીત સંગીતની જામી રંગત
કલાકારો પર થયો રૂપિયાનો વરસાદ
પૂર્વ ધારાસભ્યના ગામમાં ડાયરો યોજાયો
અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રી ગામે યોજાયેલ લોક ડાયરામાં આગેવાનોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવાના આદ્રી ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં શ્રોતાઓ વરસી પડ્યા હતા.માજી કેબિનેટ મંત્રી જશા બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, મહામંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ જયકર ચોટાઇ, સહીતના આગેવાનોએ કલાકારો પર ચલણી નોટનો વરસાદ કર્યો હતો.ખ્યાતનામ ભજનિક ગોપાલ સાધુ પર રાજકીય, સામાજીક આગેવાનો તેમજ યુવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા
Latest Stories