ગુજરાતમાં ઠંડીના આગમન સાથે વાવાઝોડાની સંભાવના, બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે.

New Update
a
Advertisment

ગુજરાતમાં ધીમે પગલે હવે ઠંડી દસ્તક લઇ રહી છે.પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

Advertisment

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની પણ સંભાવના છે.આ ઉપરાંત 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસારરાજ્યમાં 19મી થી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. 7મી થી 14મી અને 19મી થી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે.તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે